પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત મેકરણ
૧૩૩
 

કમાણી કર્યા વગર તેઓએ ઈનામો માગ્યાં. નાલાયકોને શરમ, પણ ન આવી !

એ ગૂઢાર્થોનું જ્ઞાન મેકરણે કયાં જઈને મેળવ્યું ?જાં વિઝાં જરાણમેં,
તે ભાવરે માથે ભાર;
ખિલી કેં ન ખીંકારેઓ
કેં ન કેઓ સતકાર.

હું કબ્રસ્તાનમાં ગયો ત્યાં તો મારા ભાઈઓ (માટીના) ભાર તળે ચંપાયેલા હતા. મને કોઈ એ હસીને બોલાવ્યો નહીં, કોઈ એ મારો સત્કાર કર્યો નહીં.જો વિંઝા જીરાણમેં,
કરિયાં સેણે કે સડ;
મિટ્ટી ભેરા વ્યા મિલી
હુંકારો ડિયે ન હડ.

હું સ્મશાનમાં ગયો. સ્વજનોને મેં સાદ પાડ્યા. પણ એ તે માટીમાં મળી માટી બની ગયા છે. એમનું હાડકું પણ હોંકારો આપે તેમ નહોતું.જાં વિઝાં જીરાણમેં,
ત કોરો ઘડો મસાણ;
જડેં તડેં ભાડુઆ !
ઈ પલ થિંદી પાણ.

હું સ્મશાશનમાં ગયો. ત્યાં કોરો ઘડો ચિતા પર પડ્યો હતો. અરે માનવો, જતે દિવસ આપણી પણ એ જ પળ આવી પહોંચશે.ઊ ભુંગા ઊ ભેણિયું,
ઊ ભિતેં રંગ પેઆ;
મેકણ ચેતો માડુઆ !
રંગીધલ વેઆ.