પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંત મેકરણ
૧૪૩
 


ગરવે ગોદડ ખણિયાં
ઉગમતે પરભાત;
ગરવા બચારા ક્યા કરે!
માથે ઢેઢનકી જાત.

એમાં ગરવાનો બાપડાનો વાંક નથી. જાતનો સંસ્કાર નડ્યો એને. ચાલો ભાઈઓ ! જી નામ!"

“જી નામ !” પોકારીને સર્વે સમાધમાં બેઠા, તે જ વખતે દોડત ગરવો આવી પહોંચ્યો ને બોલ્યો :

“બાપુ, હણે અચાં ?” (બાપુ, હવે આવું?)

“હાણે અભા ! અતે જ રે'જે.” (હવે તો ભાઈ, ત્યાં જ રહેજે.)

પછી તો અગિયાર જણા એક પંક્તિમાં સમાયા, લાલિયો, મોતિયો મેકણની સામે સમાયા, ને ગરવા ઢેડે થોડે છેટે સમાધ લીધી.

આજે એ થાનકમાં અગિયાર સમાધો દેવળની અંદર છે. લાલિયા, મોતિયાની સમાધોને સંસારી લોકોએ બહાર રાખી છે. ગરવાની સમાધ પણ થોડે દૂર છે.

હિંદુ, મુસ્લિમ, હરિજનો, સર્વના ત્યાં મેળા ભરાય છે.