પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


'જેસલ જગનો ચોરટો'

એ જી જેસલ ! ગળતી એ માઝમ રાત :
એ... જાડેજા હો, ગળતી એ માઝમ રાત;
લાલ રે લુંગીની વાળેલ
કાળી રે કામળીની ભીડેલ ગાતરી હો જી

એ જી જેસલ ! ખડગ ખતરીસો લીધો હાથ,
એ... જાડેજા હો ! ખડગ ખતરીસો લીધો હાથ
ખાતર દીધાં હો હરિને ઓરડે રે જી.

એ જી જેસલ ! તોળી રે ધોડી ને તલવાર,
એ... જાડેજા હો, તોળી રે ઘડી ને તલવાર,
ત્રીજી રે તોળાંદે કેરી લોબડી હો જી.

એ જી જેસલ ! તમે રે ચંપો ને અમે કેળ,
એ... જાડેજા હો, તમે રે ચંપો ને અમે કેળ;
એકી એ ક્યારામાં દોનું રેપિયાં હો જી.

એ જી જેસલ, તમે રે હીરો ને અમે લાલ.
એ... જાડેજા હો, તમે રે હીરો ને અમે લાલ
એકી એ દોરામાં દોનું પ્રોવિયાં હો જી.

એ જી જેસલ, તમે રે પાણી ને અમે પાળ,
એ... જાડેજા હો, તમે રે પાણી ને અમે પાળ;
એકી એ આરામાં દોનું ઝીલતાં હો જી.

એ જી જેસલ, ગાયો રે તોળાંદે સતી નાર,
એ... જાડેજા હો, ગાયો રે તોળાંદે સતી નાર;
સતીએ ગાયો રે હરિનો ઝૂલડો હો જી.

૧૪૪