પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
પુરાતન જ્યોત
 


ઓ બાંધવો ! નબળી જમીનમાં બીજ ન વાવતા. સુપાત્રો જોઈ-તપાસીને જ તેનો સત્કાર કરજો. ભક્તિની જ્યોતને અજવાળે જોઈ-સમજીને દાન દેજો. અને માટીમાં વેરાયેલાં માણેકરૂપી માનવ-રત્નો નીચા નમી નમીને વીણી લેજો.

સ્વાતિ નક્ષત્રમાં વરસેલા વરસાદે બે વસ્તુઓ નિપજાવી : વશિયલ (વાસુકિ) સાપના મોંમાં પડીને એણે વિષ પેદા કર્યું, છીપને મોંએ ટપકીને એણે મોતી મૂક્યાં : સજ્જનોની હૃદયસીપલીમાં શિયળનાં મોતી સંચરાવ્યાં.

ઓ ભાઈ ઓ મારા ! જુગતેથી ગોતી. લેજો. બધેય ભક્તિરસની એક જ સરખી નીપજ ન ગણી લેતા.

સાધુજનને ઘેરે સદ્‌ગુરુ પરોણા બને ત્યારે એની શી શી સરભરા કરીએ હે વીરાઓ? આ દેહનાં ઓશીકાં, દિલનાં આસન, અને અતિથિના પગ ધોઈને તેનું ચરણામૃત-પાન.

ને ઓ ભાઈઓ ! હૈયાની ગુપ્ત વાતો (ગુંજ્યું) કોને કહેવાય? ખરેખરા મનમાન્યા ભક્તજન જડે તેને જ; જેને તેને નહીં.

જીવનના સવાયા લહાવ તો એ રીતે જ લેવાય છે વીરાઓ ! મારું મન તો શૂરવીર સાધુઓ પર જ મોહ્યું છે.]

ત્યાં ભજન પૂરું થયું અને અહીં ખાતર પૂરું દેવાઈ રહ્યું, આખું એક ઢોર સોંસરું નીકળી શકે એવડો મોટો કાપ માટીની ભીંતમાં પડી રહ્યો. અને ખડગવાળો માનવી અંદર પ્રવેશ્યો. એ ઘોડહાર હતી. અંધારામાં હીરા ઝગમગે એવી બે આંખો ચળકી. આંખના અંગાર તાકી રહ્યા. એક જ પશુ: એક ઘોડી : એની લાદની પણ મીઠી સેાડમ વાઈ. એ તે કાઠીની ઘોડી ? પરગંધીલું જાનવર: જાનવરને પરાયા નરની બૂરી ઘ્રાણ આવી. ઘોડીએ ફરડકા નાખ્યા. એ જ ઘોડી —