પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
પુરાતન જ્યોત
 

થઈ ગયો, માણસ 'હરિને ઓરડે' પાછો ગયો ને ત્યાં બીજું ભજન ઊપડ્યું :

હે વીરા ! નર સતિયારા તમે સાચું વોરો જી;
એવાં કૂડ ને કપટ મનનાં મેલો રે!
હે વીરા ! મનની માંડવીએ રૂડાં દાન ચુકાવો જી ;
એવા જમને દાણ દઈ પાછા ઠેલો રે !
હે વીરા ! વણજુ કરોને વણજારા
મારા વીરાજી !

વીરા, માળાની જપતી વેપારી રે !
હે વીરા, ધરમ તણી તમે ધારણ બાંધો જી;
એવો શેર સવાયો લીજે રે !
હે વીરા, ખમૈયાનો ખડિયો ને લોહની લેખણ રે,
એવાં પુન્યનાં પાનાં ભરીએં જી
હે વીરા૦

હે વીરા, મહાવ્રતીમાં મોટા સંત જી રે
એની પેઢીએ બેસીને પુન કીજિયેં રે જી !
હે વીરા, નિજિયારાં દાન અભિયાગતને દીજિયેં રે
એવા લા’વ સવાયો લીજિયે રે જી !

હે વીરા, એના ધરમે અનેક નર ઓધરિયા જી,
ક્રોડ તેત્રીશ એણી પેરે સીધ્યા રે.
હે વીરા, પાંચ સાત ક્રોડ નવ બારા જી,
મોટા મુનિવરે મહાવ્રત લીધાં જી.

હે વીરા, જ્યોતને અજવાળે દાન રૂડાં દીજિયેં રે
એવી સફળ કમાયું કીજે રે,
હે વીરા, જાડેજાને ઘેરે સતી તોળલદે બોલિયાં રે,
આપણે લા'વ સવાયો લીજિયે રે.

એક નારી ગવરાવે છે, ને અનેક નરનારીઓનું મંડળ ઝીલે છે. ગવરાવનારું ગળું જ્યોતમાં પણ જાણે પોતાના સૂરનું