પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
'જેસલ જગનો ચોરટો'
૧૫૧
 

ઘી સીંચી રહ્યું છે. આંતરે ને આંતરે એના બોલ પડે છે —

હે વીરા મારા !

એ બોલ પાણીની ધાર સરીખા પડે છે. સાંભળનાર પુરુષોનાં કલેજાં ધોવાઈને પાવન થઈ રહ્યાં છે. નર તમામ વીરા છે નારીના : ને નારીનું સનાતન સગપણ જાણે કે પુરુષની મોટેરી બહેનનું છે : બહેનના બોલ ભાઈઓને ચેતાવે છે. કેવા ચિત-ચેતાવણ શબ્દો ! —

[અર્થ : ઓ ભાઈઓ મારા, સંસારમાં આતમ-ધનનું ઉપાર્જન કરનારા તમે ચતુર વેપારી બનજો. વણજનો સાચો વ્યવહાર ચૂકશો મા. નફો રળજો, પણ સવાયા જ: નહીં ઝાઝેરા કે નહીં ખોટના વેપાર. સાચા ઈમાનથી વસ્તુઓ ખરીદજો. નામાં તમારે આતમ-ચોપડે સાચાં માંડજો. ક્ષમાનો ખડિયો ને લોખંડી મનોબળની લેખણ કરજો. પુન્યને પાને હિસાબ નેંધજો. તમારી કમાઈઓને સફળ કરજો.]

ઘોડીની ઘાસ-પથારી નીચે લપાયેલો તસ્કર આ શબ્દો સાંભળતો હશે? સમજતો હશે ? નહીં, નહીં, એની સુરતા તો બીજી જ વાતમાં લાગી રહી છે, એનું શરીર બીજી જ સમાધિમાં સ્થિર બની રહ્યું છે. એ હલતો કે ચલતો નથી. એને જાણે કોઈ ભયાનક સંકલ્પે જકડી લીધો છે. એનાં રોમે રોમ કોઈ વેદનાથી વીંધાઈ ગયા છે. કાયા કપાઈ રહી છે. પણ કાયા બાપડી શી વિસાતમાં છે? —

એ જી જેસલ !
તોળી રે ઘોડી ને તલવાર
ત્રીજી તોળાંદે કેરી લોબડી હો જી.

ત્રણેને ઉપાડી ક્યારે ઘોડી પલાણું? લઈને ગયા વગર કેમ રહું? અંજાર શહેરમાં ભોજાઈ મેણાં બોલી છે: કચ્છની