પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
પુરાતન જ્યોત
 

તોળલ ઘોડીને પંપાળતી ઊભી. એનો દેહ પસીને નીતરતો હતો. એની છાતી હાંફતી હતી. એના ગળામાં તુળસીના પારાની માળા હતી. વસ્ત્રો ગૂઢા રંગનાં હતાં.

ખલાસી લોકોએ વહાણ ઉપર ઘોડીને લઈ લેવા ગોઠવણ કરી. ચારછ જણા ઘેાડીને દોરવા લાગ્યા. જબર જાનવર હતું. ચસ દીધો નહીં ત્યારે તોળલે કહ્યું : “ભાઈઓ, દાખડો કરો મા.”

અને એની દોરેલી ઘોડી આસાનીથી વહાણના વચલા ભાગમાં ઊતરી ગઈ.

જેસલ દાઝે અને ઈર્ષાએ ભરી આંખે આ કાઠિયાણીના ઘોાડી ઉપરના કાબૂને જોઈ રહ્યો. પાંચસાત ગાઉ દોડતી આવેલી કાઠિયાણીનું કૌવત એની છાતીમાં ખટકતું હતું. મનમાં ને મનમાં એને થતું હતું 'કે લાગ પડચે રાં..... મારી ગળચી સોાત દબાવી દ્યે એવી છે. ચેતતા રહેવાનું છે. જાણશે કે સોારઠિયાણીનેય મળ્યોતો માથાનો કાછેલોા.”

મુસાફરો સૌ વહાણે ચડ્યા. જેસલે આગલી જગ્યા લીધી. તોળલ જરા છેટી પણ જેસલની નજીક બેઠી. બીજાં ઉતારુઓ સંકોડાઈને ચુપચાપ બેઠાં. કાઠિયાવાડ-કચ્છની વચ્ચે સફર કરતું જે વહાણ રોજેરોજ લોકોના કિલ્લોલનું ધામ બની જતું, તેમાં આજ છૂપી છૂપી ધાક પડી ગઈ. ઉતારુઓ ત્રાંસી આંખે આ અજાણી જોડલી તરફ જોતાં હતાં. સુકાન પર બેઠેલો ખારવો સૌની સામે નાક-આંગળી કરીને સાવધાન કરતો હતો.

સબોસબ સઢ મોકળા થયા, ખલાસીઓએ સામસામા સંકેત-શબ્દો આજે બનતી ચુપકીદીથી સુણાવ્યા, ને વહાણ પોતાની માતાના પેટ સમી એ સમથળ ખાડીમાં રમતું સફરે ચડયું.