પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
પુરાતન જ્યોત
 

ફળે મુંજાં ભાઈડાનો ભાવ હાં રે હાં,
કાઠી રાણી તોરલ ! અમને તારજો હો જી;
હાં રે હાં, જેસલ જગનો ચોલટો હો જી.

જેસલ ખાતો ચારે ખંડનો માલ;
હાં રે હાં, સંગત્યું કીજે જેસલ સંતની હો જી.
વસિયેં પુલા ભેળો વાસ હો જી,
હાં હાં, કાઠી રાણી તોરલ અમને તારજો હો જી,
હાં રે હાં, કાઠી રાણી મુખથી ઓચર્યાં જી.

જેસલ, કપડાં ધોઈ લાવ !
હાં રે હાં, ઈ રે મારગડે શૂરા મળે,
તેને પાછી વાળી ઘેર લાવ હાં હાં,
— કાઠી રાણી 0

હાં રે હાં, જેસલ નથી પૂગ્યાં નીર સરોવરે જી.
નથી બોળ્યો નીરમાં રે હાથ;
હાં રે હાં અધવચ ઊજળાં હોઈ રિયાં,
તોળી તારો સાયબો બતાવ !

હાં રે હાં જેસલ જામૈયો રચાવો હો જી,
તેમાં વરણ તેડાવો અઢાર;
હાં રે હાં મોટા મોટા મુનિવર આવશે હો,
જેસલ રે'જો હુંશિયાર —

હાં રે હાં, કળજગમાં જેસલ નિંદા ઘણી હો જી.
નિંદાની પડશે ટંકશાળ;
હાં રે હાં નિંદા સુણીને સાધુ નિર્મળા હો જી.
જેસલ ઊતરે શિરભાર —

હાં રે હાં, જેસલને ઘરે ધણી માટે આવી મળ્યા,
સતી તોરલ કરે આરાધ;
હો રે હો જૂનો રે જાડેજો એમ બેલિયા,
તોળી તારો સાયબો સંચિયાત.

.

*