પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
પુરાતન જ્યોત
 



કપડાં લાવો તોળી રાણી, સાબુએ સુધારું,
નિંદા થકી ઊજળાં હોય, જાડેજો કે' છે.— રોઈ૦

તમે જાવ તોળી રાણી, વડે સુંધે વાયકે,
તમ વિના દિનડા નવ જાય, જાડેજો કે' છે. — રોઈ૦

દોયલી વેળાની તોળી રાણી, ગાયત્રી સંભળાવો,
સંભળાવ્યે મુગતિ હોય, જાડેજો કે' છે. — રોઈ૦

*

જેસલ અને તોળલનાં જીવન એકબીજામાં આવી રીતે ઓતપ્રોત બની ગયાં. જેસલ હીરો ને તોળલ લાલ રંગી માણેક : ભક્તિના દોરમાં બેઉ પરોવાઈ ગયાં. જેસલ ચંપો ને તાળલ કેળ્ય : સતના ક્યારામાં બેઉ સજોડે રોપાઈ ગયાં. એને જેસલના ઉદ્દામ પ્રેમરૂપી જળ-હિલ્લોલ ફરતી સંયમની પાળ બનેલી તોળલ : જીવન-આરામાં બેઉ ઝૂલવા લાગ્યાં. અને એ પ્રેમ એટલે સુધી પહોંચ્યો કે બેઉએ એકીસાથે એક જ સમાધમાં બેસવાનો ઠરાવ કરી લીધો.

આખરે જુદાઈનો એક દિવસ આવી પહોંચ્યો. જેસલ અને તોળલને મેવાડના સંતમંડળમાંથી 'વડાં વાયક' આવ્યાં એટલે કે જ્યોતના પાટમાં હાજરી આપવા જવાનું નોતરું આવ્યું. બેઉએ ભેળા બેસીને પરિયાણ કર્યું : “જેસલજી ! છેલ્લુકી વારનાં જઈ આવીએ. પછી તો નિરાંતે પાછા આવીને ભેળાં જ સમાશું.”

કંઈ બોલ્યા વગર જેસલ ચાલ્યા. પણ અંજારના ઝાંપા સુધી આવીને એણે કહ્યું: “સતી ! રુદિયો કહે છે કે હું ન આવું.”

“ભલે જેસલજી ! રુદો રાખે તેમ રહેવું.”

જુદા પડતાં પડતાં જેસલ બાળક જેવો વ્યાકુળ બની