પૃષ્ઠ:Puratan Jyot.pdf/૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુ લ ભ મે ઘા ણી - સા હિ ત્ય
Zaverchand Meghani Sketch.jpg

મેઘાણી-સાહિત્યનો વિશાળ ચાહક-સમુદાય પોતાના પ્રિય લેખકનાં પુસ્તકો સહેલાઈથી વસાવી શકે એ હેતુથી ઝવેરચંદ મેઘાણીની ઘણીખરી લોકપ્રિય કૃતિઓ સસ્તી કિંમતે બહાર પાડવાનો કાર્યક્રમ લેખકના કુટુંબ તરફથી ૧૯૭૬માં આરંભાય છે. આ યોજના હેઠળ, સહુ પહેલાં લેખકનાં અત્યારે અપ્રાપ્ય બનેલાં કેટલાંક પુસ્તકોનું પ્રકાશન ક્રમે ક્રમેમે થશે, પ્રકાશનપૂર્વે નિશ્ચિત સમયમાં તેના ગ્રાહક બનનારને તેમ જ પ્રકાશન પછી પણ ઠરાવેલા સમયમાં ખરીદનારને આ પુસ્તકો સામાન્ય કરતાં ત્રીજા-ચોથા ભાગની કિંમતે સુલભ બનશે.