પૃષ્ઠ:Puratan Jyot.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
પુરાતન જ્યોત
 

પલટાઓને લાંબા સમય લાગે છે. કેરીની રંગબદલીને માટે ઋતુઓ રાહ જોઈ જોઈ ખતમ થાય છે પણ બધા જ પલટા એટલો સમય નથી લેતા. ભાદરવા માસનો પ્રાણ ઘડી તપે છે, ઘડી ભીંજાય છે.

“તમે કોણ છો બેન? ક્યાંનાં છો ? બહાર ચાલો.” દેવીદાસનો અચંબો ઊંડો ગયો.

“આયર છીએ, મને આંહીં થોડી વાર ઊભી રહેવા દેશો ? આંહીં મારું મન ઠરે છે.”

આખી દુનિયા ભાગી નીકળી છે, ત્યાં આ એક માનવીનું મન મારી પાસે આ ગંદકીની ને ભયંકર રોગની વચ્ચે ઠરે છે ! દેવીદાસની સન્મુખ એક અકળ સમસ્યા ઊભી થઈ.

"ભલે દીકરી, બેસો, આંહીં આવો આ પરસાળમાં.” કહીને એણે અમરબાઈને એક કામળ પાથરીને બેસારી.

સામી ગમાણમાં આવળની સાંઠીઓને છાંયડે કવલી નાની ગાય બાંધી હતી. ગાય એના બે મહિનાના વાછરડાના શરીરે જીભથી ચાટીને ચળ કરતી હતી. દેવીદાસ ઠીકરાનું રામપાત્ર લઈને ગાય પાસે ગયા. પૂછ્યું : “માતાજી, મે'માન છે. બે શેDya પાડી લઉં ?"

ગાયે દેવીદાસનો હાથ ચાટ્યો.

આઠદશ શેડ્યો પાડતાં તો રામપાત્ર છલકાઈ ઊઠ્યું : દેવીદાસે જઈને એ પાત્ર અમરબાઈ પાસે ધર્યું.

ધેનુના આંચળો હજુ ટપકતા હતા. માટીપાત્રમાં દૂધ હસતું હતું. દેવીદાસનો ચહેરો પ્રસન્નતાથી છલકતો હતો. અમરબાઈ એ ઠેર ઠેર નિર્મળતા છલકતી દેખી.

એણે રામપાત્ર પી લીધું.

"તમારી સાથે કોણ છે?” દેવીદાસે પૂછ્યું. અમરબાઈએ જવાબ ન દીધો. એ જુદી જ ચેષ્ટાઓમાં