પૃષ્ઠ:Puratan Jyot.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
પુરાતન જ્યોત
 

છો બાપુ ?"

“મુસાફરો છીએ.”

"કેટલેક જાવું છે ?”

“જાવું'તું તો બીજે, પણ રસ્તો ભૂલ્યા છીએ.”

"કાંઈ ફિકર નહીં બાપા, રસ્તો ભૂલેલાંને માટે જ અહીં વિસામો છે."

"કયાં ?”

“સંત દેવીદાસની ઝુંપડીમાં. આવશો ?”

અસવારોને ભાવતું હતું તે જ જડી ગયું. “ભલે.”

"ચાલો બાપ.”

અમરબાઈએ કાઠીરાજની બન્ને ઘેાડીઓની લગામ ઝાલી દોરવા માંડ્યું. અસવારો ચૂપ રહીને દોરાતા ચાલ્યા. અમરે પૂછ્યું :

“પછવાડે ઘેાડાં દોટાવતા દોટાવતા કોણ તમે જ આવતા'તા ભાઈ?”

"ક્યાં? ક્યારે ? ક્યાંથી ?” કાઠીરાજ થથરાયો.

“ઠેઠ બગેશ્વરને સીમાડેથી.”

"કોઈક બીજા હશે.”

“જે હો તે હો ભાઈ પણ બાપડા કોણ જાણે શુંય ગોતતા’તા વગડામાં. અંધારે ગોતતાં કાંઈ ભાળ મળે નહીં ને ? ભેળો ભોમિયો નહીં હોય. ને પાછું આ ગો ગીરનો વગડો વીરા ! ઘોડાં તૂટી જાય. હશે ! કોઈ બચાડા અતિ વહાલી જણશની ગોતમાં જ નીકળ્યા હશે ને !”

એટલું બોલીને અમરબાઈ એ પાછળ નજર કરી. જગ્યાનો ઝાંપો આવી ગયો હયો, ઝાંખો દીવો ઝાંપે બળતો હતો. ઝાંખા પ્રકાશમાં બેઉએ એકબીજાને નિહાળ્યાં.

“ઊતરો બાપ !” કહીને અમરબાઈ એ ઘેાડીને થોભાવી