પૃષ્ઠ:Purnima.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯:પૂર્ણિમા
 

અંક ત્રીજો : ૮૯ પદ્મનાભ : ( નિશ્ચયપૂર્વક ) તારી સાથે અવિનાશનાં લગ્ન થાય એમ. રાજુ: એન ન કરશેા; એમનું આખું ભવિષ્ય બગડશે, પદ્મનાભ : એનું ભવિષ્ય ન બગડે તા? ( રાજુ શાંત રહે છે. )તુ હમણાં કીકાશેઠ પાસે ન જતી. (રાજુ હજુ બેાલતી નથી. ) મને તારા શુભચંતક સમજજે, બહેન ! મારામાં વિશ્વાસ રાખ. તું ધારે છે એવા પદ્મનાભ હું નથી. અરે, હાં, તું કયાં રહે છે ? FEIRID રાજુ : ( ધીમેથી ) માનું ઘર છોડી આવી. અહીં સામેના મંદિરમાં બાબાએ આશ્રય આપ્યા છે. પદ્મનાભ : સામે ? શાસ્ત્રીજી પાસે ? કંઈ વાંધો નહિ, બહેન ! જા, હમણાં તા ત્યાં જતી રહે. હું તને ખબર કહેવડાવીશ. રાજુ : મારા બાપુ કાણુ છે એ તેમને ખબર નથી; પણ એ જે હાય તા તમારા જેવા જ હોય ! કેટલેા ઉપકાર તમારા ! [ પગે લાગે છે. ] પદ્મનાભ : કઈ નહિ...અત્યારે જ. શાંચિત્તે વિચાર કરજે. [રાજુ ઊભી થાય છે, મંદિર તરફ જાય છે.] FLINE UPS [ પદ્મનાભ પોતાના ઘરમાં જાય છે. અહિંનાશ તથા રજની ઘરમાંથી વાર્તા કરતા બહાર નીકળે છે અને મંદિરના પૃષ્ઠભાગ પર પહેાંચે છે. રાજુ એમને આવતા જોઈ મંદિરમાં એક બાજુ સંતાઈ જાય છે. અગિયારના ડંકા થાય છે. ] અવિનાશ : શાસ્ત્રીજી ! શાસ્ત્રીજી : ( અંદરથી ) કાણુ ભાઈ? ( બહાર આવી) અવિનાશ ! તું અત્યારે કાંથી ?