પૃષ્ઠ:Purnima.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અંક બીજો:૭૧
 

એક મી : ૭૧ જાનકી : તું હરામી થઈ ગઈ છે...છેડ, મને છેડ...બાપ ! તારે કરવું હોય એમ કર, પણ મને છેડ ! ( રાજુ હાથ છેાડી દે છે. જાનકી પગાદી પર બેસી જાય છે. ) હે ભગવાન ! રમા દિવસ દેખવાના આવ્યા | મારી જ છેાકરી મને જાકારા દેવા એડી ! રાજુ મા ! હવે આ ઘરમાં મારાથી વધુ નહેરહેવાય. તારી લાલસાના અગ્નિમાં મારે કાઈ દિવસ ખાખ બનવું પડશે. એના કરતાં એની જવાળાઓથી દૂર દૂર ચાલી જઈશ...તુ… તારુ ફાડી લેજે ! જાનકી : પણ બેટા ! મને છેાડી કયાં જાય છે ? તને ફાવે તેમ કરજે...પણ... રાજુ : ના, મા ! હવે આ ઘરમાં એક ઘડી પણ રહેવુ મારે માટે હાનિકારક છે...હું જાઉં છું....દુનિયા વિશાળ છે. ઈશ્વરને ખેાળે કદી આશ્રયની ખાટ નથી...પણ અહીંથી તે। છૂટીશ 1 જાનકી : ( ઊભી થઈ હાથ પકડતાં ) ના...બેટા ! ના, રાજુ બેટી ! ( લાગણીવશ) તારી મરજી વિરુદ્ધ હું કાંઈ નહિ કરું તને. ( હાથ પકડે છે ) રાજુ મા ! લઘુમી અને લાલય તું છેાડી શકવાની નથી, ને એમાં મને હામી દેતાં તને વાર પણ નહિ લાગે ! મને જવા દે, [ચાલવા લાગે છે. બારણામાં જાનકી પકડે છે. ] જાનકી : રાજુ બેટા ! મને છેાડીને ન જા, ન જા! દુનિયા તું ધારે છે એટલી નિર્દોષ નથી. ઊલમાંથી ચૂલમાં પડીશ ત્યારે તારી માને સંભારીશ...ન જા, રાજુ! ન જા... બેટા ! [રાજુ તેના હાથ છોડાવી પહેયે કપડે બારણાં બહાર નીકળી જાય છે. લત્તાંનાં માણસા અને ચાલી જતી જુએ છે. દૂરથી એકાદ ગીત સંભ- ગાય છે. ]