પૃષ્ઠ:Purvalap1.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૧. વસંતવિજય

“નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સવાર છે! આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે.”

હજારો વર્ષો એ વચન નીકળ્યાને વહી ગયાં, ખરે! વક્તા શ્રોતા નથી તદપિ એ વિસ્મૃત થયાં; સહુ માદ્રી પાંડુ તરત જ પિછાને ઊચરતાં, વટી જોકે વેળા નિરવધિ શતશૃંગ ફરતાં.

ગિરિના પ્રાંતમાં કોઈ બાંધી પર્ણકુટી દ્વય, બંને રાજ્ઞી તથા રાજા કરતાં કાલ ત્યાં ક્ષય.

નિદ્રા પ્રશાંત જરીયે ન હતી થયેલી, દુઃસ્વપ્ન દર્શન મહીં જ નિશા ગયેલી; “ખુલ્લા પ્રદેશ પર જૈ ફરું થોડી વાર.” ઊઠયો નરેદ્રમાં મનમાં કરી એ વિચાર.

ધીમે શયનને છોડી જરા એ બ્હાર જાય જ્યાં, “નહીં નાથ! નહીં નાથ!” શબ્દો એ સંભળાય ત્યાં.

“પ્રિયે માદ્રી! શું છે? નથી નથી જતો સ્નાન કરવા, વહી નિદ્રા, માટે અહીં તહીં જરા જાઉં ફરવા; મટયું આ અંધારું તરત, નથી રાત્રિ પણ બહુ, હંમેશાંને સ્થાને પછી કરીશ હું આહ્નિક સહુ.”