પૃષ્ઠ:Purvalap1.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ન જવાનું કહી દેવી નિદ્રાવશ થઈ હતી; જાગર્તિ ક્ષણ રોકાઈ ફરી પાછી ગઈ હતી!

“સારું થયું પ્રિય સખી થઈ છે પ્રસુપ્ત, સાચી બિના નહિ જ રાખી શકાત ગુપ્ત;” સંતોષથી નૃપતિ થાય હવે વિદાય, છે અંધકાર, પણ ભૂલ જરા ન ખાય.

કંસારી તમરાંઓના અવાજો આવતા હતા : સ્થળ કાલ છતાં શાંત બંનેને ભાવતા હતા!

વહે ઠંડો વાયુ કરી દઈ બધે શાંતિ વનમાં, ઘણા થોડા ઓજ ઉડુગણ પ્રકાશે ગગનમાં; હજી એકે પ્રાણી ગિરિ મહીં નહીં જાગ્રત દીસે, વધે અંધારામાં નરવર અગાડી વન વિશે.

જ્યાં જવું હતું તે આવ્યું સર સુંદર પાસનું; આપ્યું હતું પુરા જેને નામ `માદ્રીવિલાસ’નું.

ઝાંખી ભરેલ જલની સ્થિરતા જણાય, જોતાં જ તર્ક નૃપના ક્યહીંયે તણાય; બેસે શિલા ઉપર ચાલી સચિંત રાય, ઊંડા વિચાર મહીં છેવટ મગ્ન થાય.

અનિદ્રા શ્રમથી તેનો ધૈર્યભ્રંશ થયો હતો; પૂર્વના સ્મરણો માંહી ઘણો કાલ ગયો હતો.