પૃષ્ઠ:Purvalap1.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

થવા માંડયા ત્યાં તો રવિઉદયનાં ચિહ્ન સઘળે. ઊઠેલી સૃષ્ટિના વિષમ સ્વર સાથે સહુ ભળે; જવા માંડયું સર્વે સ્થલ મહીંથી અંધારું ઝટ જ્યાં, પુરાયો પ્રાચીમાં નવલ સરખો રંગ પણ ત્યાં!

કોલાહલ થવા લાગ્યો અરુણોદયથી બધે; પૂર્વની રક્તિમા સાથે સહુ આક્ષોભ એ વધે!

વૃક્ષો અદૃશ્ય સઘળાં નજરે પડે છે : ધોળાં અનેક ગમથી ઝરણાં દડે છે : એ દેશ ચક્ષુ તજી ઉપર જ્યાં ચડે છે, ઊંચાં પ્રચંડ શિખરો નભને અડે છે.

“અરે! શું આટલો કાલ નિષ્કારણ વહી ગયો!” સદ્ય એવું કહી રાજા સ્વસ્થાનેથી ઊભો થયો.

ઊઠી જોતાં શોભા બહુ જ બદલાયેલ નીરખી : ડગ્યું પાછું ધૈર્ય, સ્મરણ મહીં આવી પ્રિય સખી : “નિહાળું છું શું હું મનહર વસંતપ્રસરને? અરેરે! શેની શી અનુભવ કરું છું અસર એ?”

સૃષ્ટિસૌંદર્યને જોતાં કૈં રોમાંચ થયું હતું; ઘણા દિવસનું પેલું યોગાંધત્વ ગયુ ંહતું.

ઊડે, દોડે, એવી જલચર કરે ગમ્મત ઘણી, નિહાળી તે, જોયું વળી પછી જરા પર્વત ભણી;