પૃષ્ઠ:Purvalap1.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગમી ના એ વૃત્તિ; હૃદયરસથી સંયમ ચડયો, “થઈ ન્હાવાવેળા,” નૃપતિ કહી એવું મહીં પડયો.

સ્નાનથી થઈને શાંત પડયો એ નિત્યકર્મમાં; જતાં રાગ બની વૃત્તિ પાછીં તદ્રૂપ ધર્મમાં.

પૂરું કરી તસ્ત તે સ્થલને તજે છે, ઇચ્છા વિરુદ્ધ દૃઢ આગ્રહને સજે છેઃ “શાને થવું પતિત આશ્રમધર્મનાથી? સૌંદર્ય શું? જગત શું? તપ એ જ સાથી.”

જઈ આશ્રમમાં લે છે નિત્ય માફક ભોજન; ઇચ્છે પછી જરા નિદ્રા પૂર્ણ વીસરવા વન.

ઊઠયો થોડી વારે નૃપતિ જ્યમ નિદ્રા કંઈ લઈ મનોવૃત્તિ તેવી સ્થિર, વિમલ ને સાત્ત્વિક થઈ; જઈ થોડે છેટે પછી અનુભવે શીતલ હવા, પડે દૃષ્ટિ માટે વન તરફ લાગે નીરખવા!

અક્ષુબ્ધ હૃદયે જોઈ રચના એ ઋતુ તણીઃ મળવાને પછી ચાલ્યો બીજી પર્ણકુટી ભણી.

માદ્રી જ માત્ર હતી હાજર એહ વાર, કુંતા ગયેલ કંઈ કારણથી બહાર! માતા સતી નકુલ ને સહદેવની એ, હા! તાપસી નૃપની સાથ હતી બની એ.