પૃષ્ઠ:Purvalap1.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઝીણા વલ્કલને આજે એણે અંગે ધર્યું હતું; નહીં લાવણ્યને ઓછું વનવાસે કર્યું હતું.

“નથી શું કુંતાજી? નહિ અરર આંહી રહી શકે પ્રિયે! તું એકાંકી? સ્વજન વિણ વૃત્તિ ક્યમ ટકે? ખરે ત્યારે આનો અનુભવ જરા આજ કરીએ, જરા આ પાસેના ઉપવન વિશે કાંઈ ફરીએ.”

પ્રસંગ બદલાતાં એ સિદ્ધાંત વીસરી ગયો : મટી તાપસ એ પાછો ભર્તા — સ્વામી — ખરે ! થયો!

શાંતિ મહીં નહિ થયો કંઈ ફેરફાર, તેથી જ હાલ નૃપતિ વીસર્યો સવાર : માદ્રી નહિ કરી શકી કંઈયે નકાર : જાણેલ હોય કદી શું વિધિના પ્રકાર?

પૂર્વાશ્રમ તણી બુદ્ધિ પાછી આવી ગઈ હતી : ફરે સાંપ્રતને ભૂલી વનમાં સાથ દંપતી. વહી જતાં ઝરણાં શ્રમને હરે, નીરખતાં રચના નયનો ઠરે : મધુર શબ્દ વિહંગ બધાં કરે, રસિકનાં હૃદયો રસથી ભરે!

વસંતે સ્થાપેલું પ્રબલ નિજ સામ્રાજ્ય સઘળે, નવાં રૂડાં વસ્ત્રો તરુવર ધરે છે સહુ સ્થળે;