પૃષ્ઠ:Purvalap1.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

“સખી! દેવી! વ્હાલી! સ્વરૂપ તુજ આજે બહુ દીસે, ખરે! રંભા જેવી રસમય અહીં નંદન વિશે :” નિહાળે વર્ષાવી પ્રણયરસ બંને નયનથી, જરા ધાસ્તી પામે સતી પણ હવે હાય! મનથી.

ગીત પૂર્ણ થતાં રાજા જાય છે પાસ કૈં મિષે; “ક્ષમા — પ્રાણ નહીં.” બોલી; લે છે એને ભુજા વિશે!

“રે હાય! હાય! નહિ નાથ નહીં,” કહીને, છૂટી જઈ ભુજ થકી અળગી રહી તે; હા! દીન દૃષ્ટિ કરી એ નીરખી રહે છે, દુઃખે ભર્યાં નયનથી નૃપને કહે છેઃ—

“ડરું છું, ભય પામું છું, જોઈને આજ આપનેઃ અરે! કેમ વિસારો છો ઋષિના ઉગ્ર શાપને?

બહુ બીતી બીતી થરથર થતી એ કરગરે, નથી ઓછી થાતી વિકૃતિ નૃપની તોપણ, અરે! “ઘટે છે શું દેવી! હૃદય પર આ નિર્દય થવું? અરેરે! આ આવું પ્રબલ દુખ! મારે ક્યહીં જવું?

“પ્રિયા! પ્રિયા! પ્રિયા! તારા હાથમાં સર્વ હાય રે! ત્વરાથી દેહ જોડી દે : આ તો નહીં ખમાય રે!

“જાણું બધું, પણ દીસે સ્થિતિ આ નવીન : મારું નથી બલ, બન્યો જલ બ્હાર મીન :