પૃષ્ઠ:Purvalap1.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દેવી! વિચાર કરવા સઘળા તજી દે : રે હાય! સ્પર્શસુખ, પ્રાણસખી! હજી દે!”

વિચાર કરવા જેવો હવે વખ્ત રહ્યો નહિ; ઝંપલાવી પડી માદ્રી નરેદ્ર-ભુજની મહીં.

નહીં ચાલે આથી ગત સમયમાં દૂર હૃદયઃ પડયા શબ્દો છેલ્લા શ્રુતિ પર બહુ મંદ સદય. જરા ત્રુટયાં વાક્યો કંઈ કંઈ થઈ ને રહી ગયાં : હજારો વર્ષો એ પછી પણ હવે તો વહી ગયાં!