પૃષ્ઠ:Purvalap1.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૪. ચક્રવાકમિથુન Previous Next

પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની : ન જણાય, જશે કેવી સંધ્યા એ મધ્ય આજની!

સરિતનાં જલ કૃષ્ણ જરા થયાં, કિરણ સૂર્ય તણાં શિખરે ગયાં; સભય નાથ પ્રિયા હૃદયે ધરે, વિરહ સંભવ આકુલતા કરે!

ઝાંખાં ભૂરા ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ; વર્ષાકાલે જલધિજલના હોય જાણે તરંગ! પાસે સામે તમ પ્રસરતાં એક ઉદ્ગ્રીવ જોય, ભીરુ શ્યામા પણ નયનમાં આવતું અશ્રુ લ્હોય.

વિહગયુગ્મ કિશોર રસજ્ઞ એ, રસ મહીં જ પરસ્પર મગ્ન એ, નિભૃત અત્ર અહર્નિશ આવતું, રમણ આચરવા મન ભાવતું!

ઊંચે બેસી રવિઉદયને જેહ સાથે વિલોકે, ઘેલાં જેવાં ક્ષણ સ્મૃતિ થતાં જે દીસે હર્ષશોકે; ઘાટાં ભીનાં વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ, માણિક્યોથી ગ્રથિત સરખાં રમ્ય જ્યાં થાય પર્ણ.