પૃષ્ઠ:Purvalap1.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ટળવળે નીરખી રચના વને, તરફડે સમજી રચનારનેઃ શ્વસન દુઃખિત છેવટ સારતી, પ્રિયતમા વચ આમ ઉચારતીઃ—

“પાષાણોમાં નહિ નહિ હવે આપણે નાથ! ર્હેવું : શાને આવું, નહિ નહિ જ, રે! આપણે, નાથ! ર્હેવું! ચાલો એવા સ્થલ મહીં, વસે સૂર્ય જેમાં સદૈવ, આનાથી કૈં અધિક હૃદયે આર્દ્ર જ્યાં હોય દૈવ!”

પ્રવદતાં અટકી ગઈ એ અહીં, અધિક ધીરજ ધારી શકી નહીં; થઈ નિરાશ હવે લલના રુવે, મૃદુલ પિચ્છ થકી પ્રિય તે લ્હુવે!

પણ હજી દિન શેષ રહ્યો જરા, નજર ફેરવી જોઈ બધી ધરા; પ્રણયવીર લહી સ્થિરતા કહે, અગર જો રુજ અંતરમાં સહે :—

હા! શબ્દો આ સરલ સરખા મર્મને તીવ્ર ભેદે, ગર્ભાત્માને સ્ફુરિત કરતા ધૈર્યને છેક છેદે; “લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી! રાત્રિયે દીર્ઘ તેવી, આ ઐશ્વર્યે પ્રણયસુખની હાય! આશા જ કેવી!