પૃષ્ઠ:Purvalap1.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અવર કાંઈ ઉપાય હવે નથી : વિરહ, જીવન, સંહરીએ મથી : ગહનમાં પડીએ દિન દેખતાં : નયન મીંચી કરી દઈ એકતા!”

પાછું જોતાં દ્વિજયુગલને અન્યથા થાય ભાસ, ઊંડું ઊંડું દિનકર સમું કૈંક દેખાય હાસ; “આહા! આહા! અવર દુનિયા! ધન્ય!” એ બોલતામાં, નીચે નીચે ઊતરી પડતું વેગથી દંપતી ત્યાં!

અધિક એહ પ્રકાશ થતો જતો, જવ જનાર તણો વધતો જતો; અમિત એ અવકાશ તણી મહીં, ક્યહીં અચેતન એક દીસે નહીં!