પૃષ્ઠ:Purvalap1.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

રહ્યાં છોજી મારાં શિશુપણું હતું તે સમયથી, વિનંતીને મારી કદી પણ અકારી કરી નથી; ઘણી વેળા ભીંજી તનુકુસુમને સૌમ્ય કરતાં, શમાવીને હૈયું તરત વળી સ્વસ્થાન સરતાં!

નથી પાસે કોઈ પ્રિય હૃદયને શાંત કરવા, ધરી સાથે છાતી જ્વલિત મહીં પીયૂષ ભરવા; વહો માટો હાવાં, વિવશ બનતાં હું કરગરું, તે ચાલો વ્હાલાં! સ્ફુટિતઉર આવાહન કરું!

ખરે! ત્યાં તો સ્નેહી સદય દિલમાં દૂર ઊછળ્યાં, ચડયાં ઊંચે વેગે, ઉભય નયનો અંદર મળ્યાં; પડી ધારા ધોળી અમૃત સરખી શીતલ હવે, નહીં થાતાં ઓછી પ્રચલિત રહી તાદૃશ જવે!

વિચાર્યું મેં, વસ્તુ પ્રણય સરખી છે નહીં અહીં; પ્રતીતિ કીધી, કે ફલ લવ નથી જીવન મહીં; હજારો વાતોનાં સ્મરણ ગહને જ્યાં પડી ગયો, રહ્યાં એ અશ્રુ તો નહિ, તદપિ નિદ્રાવશ થયો!