પૃષ્ઠ:Purvalap1.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દિશા કઈ ભવિષ્યની ન કંઈ ભૂત તે સૂચવે, પડી વિકટ વર્તમાન કુહરે રહેવું હવે; પડી ઊચરવું, રડી ઊચરવું, ઠર્યું સર્વદા : પ્રિયા! હૃદયદેવતા! પ્રિયતમા! સખી નર્મદા!

કદી સ્મરણ આવતાં રુધિરનીર નેત્રે ઝરે, દયા સ્વજનને થતાં વદન પાસ પાણી ધરે, નહીં સ્વજન તેઃ સખી સ્વજન એકથી તું હતી, સહસ્રશત શલ્યમાં હૃદયની પથારી થતી!