પૃષ્ઠ:Purvalap1.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૭. પ્રિયાને પ્રાર્થના

મને તું એક દુનિયામાં રખે ઠપકો પ્રિયે દેતી! રહી એ એક ઠપકાની મને પરવા : રખે દેતી!

ચડયો સંગીતને નાદે : બન્યો ચકચૂર હું રસમાં : તને સ્વર જો સુણાવું તો, અરે! ઠપકો રખે દેતી!

નહીં એ નાદની, બાલે! કદર કૈં પામરો સમજે : કદરની ના મને આશા! કહું, બેદિલ રખે કહેતી!

ન હાવાં કાલ પણ, વ્હાલી! જતો રસપૂર્ણ જીવનનો ઠ્ઠઃ નહીં દોલત તહીં મારી : રખે કંઈ મોહમાં ર્હેતી !

બતાવીશ કૈંક જોકે હું તને ભવના ચમત્કારો : ગરીબી તોય ર્હેવાની : રખે સહ ગર્તમાં વ્હેતી!

કદાપિ ના શકીશ બોલી ફરીને સ્પષ્ટ આ શબ્દો : ડૂબી રસસાગરે પડતાં જતાં ઠપકો રખે દેખી!