પૃષ્ઠ:Purvalap1.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

!GRutel [ ህሣ j ટ્રેરિી, ચેથા ભાગની કવિતાઓ, કવિઓ, વિશે ખૂબ ચર્ચા કરી ત્યાં મિત્રોનું બીજ રોપાયું. બનનેના સ્વભાવમાં મૂલગત ભેદ હરકેોઈ જેઈ શકે તેમ છે પણ એ ભેદ બને મિત્રોના સ્વતત્ર વ્યક્તિવિકાસને લેશ પણ હાનિકારક નીવડવાને બદલે બનેને ઉપકારક નીવડયો જણાય છે. આ મૈત્રી ઉત્તરોત્તર વધતી ગઈ, વધારે વિસ્તારી અને મર્મસ્પર્શી બની. રજાઓમાં એકબીજાને ત્યાં રજા ગાળવા જાય, સાથે મુસાફરી કરે, અને જુદા હોય તે દરમિયાન પણ કાગળે, ચર્ચા, અને એક બીજાની કૃતિઓને તેમ વાચન વિચાર મુશ્કેલીઓ વગેરેને વિનિમય ચાલ્યા કરે. પાછા મળે ત્યારે એકબીજાની ખાનગીમાં ખાનગી નેધા પણુ જુએ. પ્રો. બલવતરાય આ રીતે મણિભાઈની ઘણું ખરી સાહિત્યપ્રવૃત્તિના સાક્ષી માત્ર નહિ પણ ઘણોમાં ટીકાકાર, સૂચનાકાર. કદરકાર, ઉત્તેજન આપનાર અને કેટલીકમાં તે પોતે જ કૃતિએાના વિષય કે નિમિત્ત પણ ખરા, મણિભાઈનું “ ચક્રવાક મિયુન ” પ્રો. ઠાકોરે ટીકા સાથે ૧૮૯૦માં બુદ્ધિપ્રકાશમાં પ્રગટ કર્યું. આ કાવ્યમાં સૌથી પ્રથમ મણિભાઈએ વાત તખલ્લુસ ધારણ કર્યું જે તેમણે પછીથી ઠેઠ સુધી રાખેલું છે. “ ઉપહાર ” કાવ્ય તે પ્રો. ઠાકોરને જ ઉદ્દેશીને લખેલું અને પૂર્વાલાપ પ્રગટ થયેક ત્યારે પણ એ કાવ્યથી પ્રો. ડાકોરને અપણ થયો છે. એ “ ઉપહાર” અંગ્રેજી સેનેટ નામની પદરચનાને અનુસારે છે. આ પદ્યરચનાને સૌથી પ્રથમ પ્રયત્ન પ્રો. ઠાકોરે કરેલા-૧૮૮૮ માં “ ભણકારો ” માં અને ૧૮૮૯ માં પરિગ્રાફનો હકીકત માટે જુએ યુગધર્મ ૪, ૨s૪ ઉપરનેt ફેખ,