પૃષ્ઠ:Purvalap1.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૦. અનામી નામ Previous Next

અનામી નામ તારું હા! સુખે એ ર્હેવાનું! નહીં મારે કદાપિ કોઈને એ ક્હેવાનું.

તને પણ આખરે જ પ્રતીત છે સ્નેહી થવાની : નહીં મારે અહીં સૌહાર્દ સુખ હા! દેવાનું!

ચડે આસ્માન તું, હું તો હજી પોષું પાંખો : તને દેખાય ક્યાંથી રૂપ મારા જેવાનું !

છતાં સાચી પુરાની પ્રીત તારા આત્માની : મને સરજ્યું જ આત્મવિયોગ અંતર સ્હેવાનું!

તથાપિ એક દિનની સાંભરે આશા જ્યારે : રસીલા કોઈ જીવનસાગરે છે વ્હેવાનું!

અને જ્યારે અનામી વિશ્વને વ્હાલું એ નામ : પ્રતિક્ષણ સ્વર્ગની વીણા મુખે છે લેવાનું !