પૃષ્ઠ:Purvalap1.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૨. રજાની માગણી

રજા આ હંસ માનસને, સખી! હાવાં દેવીઃ વ્યથાઓ સ્નેહની સૌને, સખી! માંડી સ્હેવી!

રહ્યો સાથે બહુ : કીધું જરા કંઈ મીઠું ગાન! જવા દેવો ઘટેઃ માલેકની મરજી એવી!

જવાનું જો બધાનું એક દિન ત્યાં આત્માને, ઘટે છૂટાં થતાં કંઈ કાલ તો સ્થિરતા લેવી!

સદા સંભારશે એ માનસે પણ સ્નેહીને, તૃષા રહેશે સમાગમની તને જેવી તેવી!

બધું તો રાખજે જૂનું નવું કંઈ સંભારી, મળી નિજ વાસમાં વાતો, સખી! પડશે ક્હેવી!