પૃષ્ઠ:Purvalap1.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૩. મિત્રને આમંત્રણ Previous Next

તપની શાને, મૂરખ! તાપે સુકલ ઘાસમાં રે! ગુરુબાની ગંભીર સરોવર શીતલ પાસમાં રે!

સ્નેહી છે માટે સમજાવું : નહિ આ જડ પાણીનું ન્હાવું : જ્ઞાનસ્વરનું ગાવું આતમ વાસમાં રે!

દોલત ને કીરત બે મીઠી, ઝરણી તેં માયાની દીઠી; મોહાધીન પડયો તું વ્યર્થ પ્રવાસમાં રે!

જ્ઞાન સમી શાંતિ ના તેમાં : ભોળા રે! ભરમાયો શેમાં? શું બેઠો દૃગ ખોઈ અવિદ્યાધ્યાસમાં રે!

ચાલ, સખે! હાવાં તો સાથે : બોલાવ્યા બંનેને નાથે! હેતે ગ્રહશે હાથે નિર્મલ હાસમાં રે!