પૃષ્ઠ:Purvalap1.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૭. પ્રણયની ખાતર જ પ્રણય

[મિસિસ બ્રાઉનિંગના એક કાવ્ય ઉપરથી]

સખે! મારી સાથે પ્રણય કરવો, તે પ્રણયના વિના બીજા માટે નહિ, નહિ જ આવું મન કહી : “સ્મિતો માટે ચાહું, દૃગ મધુર માટે, વિનયથી ભરી વાણી માટે, અગર દિલના એકસરખા તરંગોને માટે, અમુક દિન જેથી સુખ થયું!” બધી એ ચીજો તો પ્રિયતમ! ફરી જાય, અથવા તને લાગે તેવી; અભિમુખ અને તું પ્રથમથી થયો, તે એ રીતે વિમુખ પણ રે! થાય વખતે! અને આવાં મારાં જલભરિત લૂછે નયન જે, દયા તારી, તેથી પણ નહિ, સખે! સ્નેહ કરતોઃ રહે કાં કે તારી નિકટ, ચિર આશ્વાસન લહે. ખુવે તે એ પ્રીતિ, સદય! નિજ આંસુ વીસરતાં! ચહો વ્હાલા! માટે પ્રણય જ તણી ખાતર મને! ગ્રહે કે જેથી એ નિરવધિ યુગોમાં અમરતા!