પૃષ્ઠ:Purvalap1.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૪. વ્હાલાંઓને પ્રાર્થના

[અંજનીગીત] રોનારું ભીતરમાં રોતું : લ્હોનારું ભીતર ના લ્હોતું : દૂર સખાનું હૈયું સાથે રોતું ને જોતું!

વ્હાલાંઓ! વ્હાલાંને કહેજો! સાગરમાં તો સાથે વ્હેજો! સ્હેવાનાં એકાબીજાનાં સાથે સૌ સ્હેજો!