પૃષ્ઠ:Purvalap1.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૭. વ્હાલાંઓને ઉપદેશ Previous Next

સાંભળજો, વ્હાલાંઓ! વચનો દીનનાં! દીનપણું છે પરમ દયાળનું પાત્ર જો : મોટો એ અધિકાર તમારો, માનવી! અધિકારી છો જેના માનવ માત્ર જો!

એક પિતા પરમેશ્વર જાણો આપણો, નિકટ સગાંઓ સમજો ભાઈ બહેન જો; નીકો નાની મોટી જે જીવો તણી, વહતું તેમાં એક અખંડિત વ્હેણ જો!

હસનારાંની સાથે હસવાનું ઘટે, રડનારાંની સાથે રડવું તેમ જો; એક બીજાનાં આંસુડાંઓ લૂછતાં, ઊંચે ચડશો સ્ત્રાૃપુરુષો સૌ એમ જો!

ભૂતદયા છે ધર્મ બધાના મૂલમાં, સઘળાયે સંતોનો એ ઉપદેશ જો; દિવ્ય દયાસાગર! યાચંતાં આપજો, દીન જનોને અમને એનો લેશ જો!