પૃષ્ઠ:Purvalap1.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૮. કાર્ડિનલ ન્યૂમૅનની પ્રાર્થના Previous Next

ઓ સ્નેહજ્યોતિ! દોરો : દોરો : દોરો રે મને!

આસપાસ અંધાર છે, રજની કાળી ઘોર! દૂર રહ્યો ઘરથી ઘણો, પગમાં લેશ ન જોર! ઓ સ્નેહજ્યોતિ! દોરો : દોરો : દોરો રે મને!

પદરક્ષા કરજો, પ્રભુ! પદ પર પાડી પ્રકાશ : એક જ પદ માગું, નહિ આગળનો અભિલાષ : ઓ સ્નેહજ્યોતિ! દોરોઃ દોરો : દોરો રે મને!

ન હતો આવો સર્વદા, ન હતો પ્રાર્થત આમ : દોરો, તાત! દયા કરી, પહોંચું જેથી ધામ! ઓ સ્નેહજ્યોતિ! દોરો : દોરો : દોરો રે મને!

માર્ગ નીરખવા ચાહતો, પસંદ કરવા તેમ : પણ હાવાં પ્રાર્થું, પિતા! દોરો આપ જ એમ! ઓ સ્નેહજ્યોતિ! દોરો : દોરો : દોરો રે મને!