પૃષ્ઠ:Purvalap1.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૯. મહેમાનોને સંબોધન Previous Next

મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો! તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો! કરજો માફ હજારો પામર પાપ, જે દિનચર્યામાં પ્રભુ પાસે પણ થાય જો! મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજો!

ઉન્નત ગિરિશૃંગોનાં વસનારાં તમે : ઊતર્યાં રંક ઘરે, શો પુણ્ય પ્રભાવ જો! શુશ્રૂષા સારી ના અમને આવડી! લેશ ન લીધો લલિત ઉરોનો લ્હાવ જો! મહેમાનો! ઓ વ્હાલાં! પુનઃ પધારજે!