પૃષ્ઠ:Purvalap1.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૦. બાલરુદન Previous Next

પિતા! પિતા! જગત્પિતા! તવ બાલકો રડે : તવ બાલકો રડે, પિતાજી! ધોધવા દડે ! પિતા

મદદ કશી આપે નહીં, મોટાં તવ સંતાન : નાનાં નિર્બલ બાલકો, પિતા! અમે હેરાન! તવ બાલકો રડે, ને નૈને ધોધવા દડે! પિતા

નાનાં પણ તારાં અમે, નહિ એ કોને ભાન : સાચું કહેતાં સાચને, દુનિયા ક્હે નાદાન! તવ બાલકો રડે, ને આંસુ ધોધવા દડે! પિતા