પૃષ્ઠ:Purvalap1.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૩. પશ્ચાત્તાપ Previous Next

અરે! ધિક્કાર છે હુંને! બન્યો પાપીઃ બન્યો પાપી! પિતાની સ્નેહની આંખો મહીં શૂળી, અરે! આપી!

તરફડું ધૂળમાં હાવાં : બદન પર ખૂબ સારું ખાક : છતાં ના આગ હોલાતી! બન્યો પાપી : બન્યો પાપી!

પડયો કંગાલ હું મેળે, નજરથી પાપને જોતો, સળગતા નીચ ખાડામાં! બન્યો પાપી! બન્યો પાપી!

પિતા આ પાપથી રક્ષો : રક્ષણ માગું : દયા બક્ષો : અરે! હું દુષ્ટ શું માગું? બન્યો પાપી! બન્યો પાપી!

છતાં માંગું : પિતા! માગું : ક્ષમા માગું! સજા માગું : અને એ નૂરની ઝાંખી પડેલો દાસ ના ત્યાગું!