પૃષ્ઠ:Purvalap1.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૫. વ્હાલાંને આરામ

[અંજનીગીત]

માગું હો વ્હાલાંને આરામ! યાચું હો વ્હાલાંને આરામ! પ્રાર્થું હો બક્ષાવા, સ્વામી! વ્હાલાંને આરામ!

વ્હાલાં, જે લાધેલાં માગી : વ્હાલાં, જે સાધેલાં જાગી : પ્રાર્થું તે રક્ષાવા, સ્વામી! બક્ષાવા આરામ!