પૃષ્ઠ:Purvalap1.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૬. પ્રભુપ્રાર્થના Previous Next

નમું : નમું : જગત્પિતા! નમું : નમું : નમું! દયા કરો કે સર્વદા પદાંબુજે રમું!

આજ્ઞા પ્રમાણે દિલ મહીંના દ્વેષને દમું : તે હું નહીં : હું તો ભવાટવી વિશે ભમું!

પાપોની સજા થાય તે નીચે પડી ખમું! જિતાડો જગન્નાથ! શાંતિએ પછી શમું!

દુનિયામાં ભલે કોઈને હું દીન ના ગમુંઠ્ઠ તમને ગમું જો તાત! તો ન કાંઈ તે સમું :

પ્રેરો! પ્રભો! પ્રસાદ તે રાજી થઈ જમું : માગું નમી નમી આજ કે રસેશમાં રમું!