પૃષ્ઠ:Purvalap1.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૫૯. પ્રાર્થના અને પ્રતિધ્વનિ Previous Next

“પિતાજી! બચાવો : બચાવો : બચાવો મહાસાગરે! જીવ મારો બહુ ગભરાય! બચાવો મહાસાગરે!

પારાવારે દુશ્મન મળી મારે, પિતા તારે નહીં બીજો માનવી. દયાનિધિ! તમે જ સહાય! બચાવો મહાસાગરે !

નથી એકલની, નાથ! હોડી; પૂંજી છે ના થોડી પિતાજીના સ્નેહની : મારે વાંકે રખે એ ડુબાય! બચાવો મહાસાગરે!”

“મહાસાગર દયા મહાસાગર! વ્હાલાંઓ, ડરશો નહીં! નથી સંસાર પારાવાર! વ્હાલાંઓ, ડરશો નહીં!

દિલમાંના દુશ્મન દૂર થાશે, પાછા પડી જાશે પિતાજીના શબ્દથી : પ્રભુ જીવનમાત્રાધાર! વ્હાલાંઓ, ડરશો નહીં!

હોડી દાનવ ના શકે તોડી : વિધાતાએ જોડી બધાં નિજ બાલની : સ્વામી સંકટે ઉદ્ધારનાર! વ્હાલાંઓ, ડરશો નહીં!