પૃષ્ઠ:Purvalap1.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬૨. નવલ નિવેદન Previous Next

[રાગિણી આશાગોડી]

આપે મને નવરાવ્યો, ઓ તાતજી આપે મને નવરાવ્યો! રંક ગરીબ હું ભાવ્યો, ઓ તાતજી આપે મને નવરાવ્યો!

શબ્દ સરોવર : તારક ભર્તા; સ્નેહસુધા છવરાવ્યો, ઓ તાતજી આપે મને નવરાવ્યો!

ભૂખ હતી શિવની કરુણાની : ભાખર શો ખવરાવ્યો, ઓ તાતજી! આપે મને નવરાવ્યો!

અદ્ભુત પાઈ શરાબ કશાનો, રાગ નવો ગવરાવ્યો, ઓ તાતજી! આપે મને નવરાવ્યો!

મારા મહીં નિજ સ્નેહે સુવાડી, નર્મદાને ધવરાવ્યો, ઓ તાતજી! આપે મને નવરાવ્યો!