પૃષ્ઠ:Purvalap1.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬૩. અપાવરણ પ્રાર્થના Previous Next

અંતરની શ્રુતિ ખોલો, ઓ તાતજી! અંતરની શ્રુતિ ખોલો! વેદનાં વાયક બોલો, ઓ તાતજી! વેદનાં વાયક બોલો! “હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ્ | તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્યધર્માય દૃષ્ટયે ||”

સુવર્ણમય પાત્રથી સત્યનું મુખ બંધ જે, ઉઘાડી આપ તું, પૂષન્! સત્યધર્મદૃગર્થ તે! વેદનાં વાયક બોલો, ઓ તાતજી! વેદનાં વાયક બોલો! અંતરની શ્રુતિ કોલો, ઓ તાતજી! અંતરની શ્રુતિ ખોલો!