પૃષ્ઠ:Purvalap1.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬૫. તારકસ્તોત્ર

[મિ. મૅસનના ઇંગ્લિશ સ્ત્રોત્ર ઉપરથી]

પ્રભુ તારકની સહુ કીર્તિ કરો, અવનીતલમાં અને સ્વર્ગ મહીં : તેનું શાસન વિસ્તરો સર્વ જગે, તેના રાજ્યનો અંત જ આવો નહીં.

જે છે સારું અને સાચું, એ સહુનો તે છે આલ્ફા અને તે છે ઓમેગા એ; ઝરો જિંદગીનો, સવિતા દ્યુતિનો, બધા હર્ષ ખરા રહ્યા, તે ભેગા છે.

આદિ, અંત, તે ઈશ્વર માણસ છે, તેનું આંતર સત્ ન કો જાણી શકે; પણ માનવ દૈવી રૂપ મહીં તેના આદિ ને અંત પ્રમાણી શકે.

જે છે, હતો, જે ફરી આવનારો છે, સનાતન અનંત અહં બ્રહ્માસ્મિ, પ્રભુ સૌ શક્તિમાન, સર્વોપરી ઈશ્વર! દ્યાવાપૃથિવ્યો બોલો, તથાસ્તુ!