પૃષ્ઠ:Purvalap1.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૬૬. આપણી રાત Previous Next

[કવ્વાલી]

શરદ પૂનમની રઢિયાળી સદા, મને સાંભરે આપણી રાત, સખી! હસે આકાશે ચંદ્રમા, તારા લસે; મને સાંભરે આપણી રાત, સખી!

વદને નવજીવન નૂર હતું; નયને પ્રણયામૃત પૂર હતું; હૃદયે રસમાં ચકચૂર હતું; મને સાંભરે આપણી રાત, સખી!

ન્હાતાં ન્હાતાં પ્રકાશમાં, પ્રેમ તણી કીધી વિશ્રબ્ધ વાતો રસીલી ઘણી; કલ્પનાની ઇમારત કૈંક ચણી; મને સાંભરે આપણી રાત, સખી!