પૃષ્ઠ:Purvalap1.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તારું સ્વાર્પણ અંતરમાં જ લહું; કથા અદ્ભુત એ જઈ કોને કહું? સ્મરનાં જલ માંહી નિમગ્ન રહું; મને સાંભરે આપણી રાત, સખી!

રાત રૂપાળી, રૂડી, રસાળી હતી; આશકોની અપૂર્વ દિવાળી હતી; આખી ઉત્સવ માફક ગાળી હતી; મને સાંભરે આપણી રાત, સખી!

પ્રાણો આપણાનો ત્યારે યોગ થયો, અંગેઅંગનો ઉત્તમ ભોગ થયો; અને આખર આમ વિયોગ થયો! મને સાંભરે આપણી રાત, સખી!

હસે આકાશે ચંદ્રમા, તારા લસે, મને સાંભરે આપણી રાત, સખી! શરદ પૂનમની રઢિયાળી સદા; મને સાંભરે આપણી રાત, સખી!