પૃષ્ઠ:Purvalap1.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૭૧. હિંદ માતાને સંબોધન Previous Next

ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં! કરીએ મળીને વંદન! સ્વીકારજો અમારાં!

હિંદુ અને મુસલમિન : વિશ્વાસી, પારસી, જિન : દેવી! સમાન રીતે સંતાન સૌ તમારાં!

પોષો તમે સહુને શુભ ખાનપાન બક્ષી : સેવા કરે બને તે સંતાન સૌ તમારાં!

રોગી અને નીરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર : સંતાન સૌ તમારાં!

વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરાં, કબીર, તુલસી! અકબર, શિવાજી, માતા! સંતાન સૌ તમારાં!

સૌની સમાન માતા, સૌએ સમાન તેથી : ના ઉચ્ચ નીચ કોઈ, સંતાન સૌ તમારાં!

ચાહો બધાં પરસ્પર, સાહો બધાં પરસ્પર : એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારાં!