પૃષ્ઠ:Purvalap1.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

75. ફકીરી Previous Next

[રાગ ભૈરવ : તાલ દાદરા]

હવે શરણે પ્રભુ ચરણે દયાઝરણે! અફસોસ, અફસોસ, અફસોસ ના કશો!

સંસારના બંધ તમામ તૂટયા, સંબંધીઓના પણ દોર છૂટયા; હવે રહ્યું શાશ્વત જીવવાનું, પ્રેમે પ્રભુના પદમાં જવાનું!

પ્રિય પિયુ પરમ મુજ દિલને : જલમાં, સ્થલમાં સઘળી પલમાં :

શું કરું? દયિત! શું કરું? ખમવું, ભમવું : દિલને દમવું શિવમાં શમવું!