પૃષ્ઠ:Purvalap1.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૭૭. રાસ Previous Next

[રાગ બરવા જિલ્લા : તાલ હીંચ]

કાંતા સખી! રમીએ લો રાસ રંગમાં! હો મારી સાહેલી રે! મારી સાહેલી રે! રમીએ, રમીએ લો રાસ રંગમાં!

રંગમાં ને અંગના ઉમંગમાં રે! સખી! રમીએ, રમીએ લો રાસ રંગમાં!

ભરી ભરતી હૈયાની ગહન ગંગમાં હો! સખી! રમીએ, રમીએ લો રાસ રંગમાં!

સહુ સાથે, હો! સહુ સાથે, પદ પાડી ફરો ફૂદડી! ઉભય હાથે, હો ઉભય હાથે, દઈ તાલ સરો, સુંદરી!

તરો સ્વર્ગ નવલ ભર્ગ ભરી નેત્રમાં! હરો નઃસાર સંસારનો ભાર આ વાર આ દ્વાર ક્ષેત્રમાં!

પહેલી સખી લસે ઉલ્લાસપૂર, હસે હૈયામાં હૂર; વસે દેવો ના દૂર, સખી સંગમાં!