પૃષ્ઠ:Purvalap1.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૮૦. સૃષ્ટિસૌંદર્યથી મન ઉપર થતી અસર Previous Next

[માલિની] મધુર મધુર ઠંડો વાય છે વાયુ આજે, પરમ વિમલ શોભા ચદ્રિકાની વિરાજે; અનુકૂળ સઘળી છે હર્ષની આજ ચીજો, અવસર નહિ આવે આ સમો કોઈ બીજો. [અનુષ્ટુપ] વધતું કહીને શાને વ્યર્થ મારે વધારવું? ફરવાને જવા ચાહું પ્રિયે! આપે પધારવું. [મંદાક્રાતા] વ્યાપ્યો આખા વપુ મહીં સુણી હર્ષ અત્યંત એને, આવી સારી ઋતુ મહીં નહીં થાય આનંદ કેને! “ઠંડી વાશે પ્રિય પતિ, કદી તો પછી કેમ થાશે?” બાંધ્યો એવું કહી — હસી — મને પ્રેમથી હસ્તપાશે. [રથોદ્ધતા] સજ્જ એ ઝડપથી થઈ રહી, નીકળ્યાં સુખદતા મને વહી, મંદ મંદ પિય સાથ જાઉં છું, વાટમાં સરસ કાંઈ ગાઉં છું. [પુષ્મિતાગ્રા] રસિત સમજીને પ્રમોદ પામી, નયનથી જોઈ રહી જ સામી; કર મહીં કરને નખાવી ચાલે, પ્રણય થકી પતિને પ્રિયા નિહાળે.